Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.નો વિવાદ ચરમસિમાએ

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.નો વિવાદ ચરમસિમાએ

70થી વધુ સભ્યોના વિરોધ છતાં હાલના હોદેદારોએ વર્ચ્યુઅલ મિટિંગ દ્વારા ઠરાવ પસાર કરતાં વિરોધ : બંધારણીય ફેરફારના રિપોર્ટ અંગે ચેરીટી કમિશનર દ્વારા વાંધા અરજી મંજૂર

- Advertisement -

જામનગરના જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના હાલના હોદેદારો દ્વારા વર્ચ્યુલ મિટિંગમાં કોઇપણ જાતના એજન્ડા લીધા વિના મનઘડત રીતે બંધારણીય ફેરફાર કરવા ઠરાવ કર્યો હોય અને આ મિટિંગ અંગે 70થી વધુ સભ્યોએ અગાઉથી મિટિંગનો વિરોધ કર્યો હોવા છતાં મિટિંગ યોજતાં આ અંગે ચેરીટી કમિશનરને રજૂઆત કરાઇ છે.
જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સના વર્તમાન હોદેદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું પૂર્વ હોદેદારો દ્વારા આક્ષેપ કરાયો હતો અને આ અંગે ચેરીટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને ચેરીટી કમિશનર અમદાવાદ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવા સૂચના આપી હતી. ત્યારબાદ એસો.ના હાલના પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા દ્વારા વર્ચ્યુલ મિટિંગમાં કોઇપણ જાતના એજન્ડા ઉપર લીધા વગર મનઘડત રીતે બંધારણીય ફેરફાર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ મિટિંગ વર્ચ્યુઅલ રીતે ઝુમ એપ ઉપર રાખવામાં આવી હતી અને આશરે 140 જેટલા જ ઉદ્યોગકાર સભ્યો તેમાં જોડાઇ શકયા હતાં. આ મિટિંગ અંગે 75 સભ્યોએ અગાઉથી વિરોધ દર્શાવી લેખિત પત્ર પાઠવ્યો હતો.

- Advertisement -

તેમ છતાં સંસ્થાના હોદેદારો દ્વારા મનઘડત રીતે સભ્યોના હિતોને નિયંત્રીત કરવા અને સભ્યોના મુળભૂત હક્ક અને અધિકારોથી વંચિત થઇ શકે તેવા બંધારણીય ફેરફાર માટે ઠરાવ કરી મદદનીશ ચેરીટી કમિશનર પાસે મંજૂરી અર્થે મુક્યા હતાં. આ અંગે 75 સભ્યોએ વાંધો લીધો હતો. તેના પ્રતિનિધિ તરીકે મગનભાઇ લિંબાસીયા દ્વારા ફેરફાર રિપોર્ટની નકલ મદદનિશ ચેરીટી કમિશનર પાસેથી મેળવી અને સભ્યોના કાયમી હિત અને રક્ષણ માટે રજૂઆત કરતાં મદદનિશ ચેરીટી કમિશનરે બંધારણીય ફેરફારના રિપોર્ટ નામંજૂર કર્યા હતાં અને મગનભાઇ લિંબાસીયાની વાંધા અરજી મંજૂર કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular