જામનગર શહેરના આણદાબાવા ચકલા વિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા બેફામ પાણીના વેડફાટ બાબતેના સમાચારો પ્રસિદ્ધ થતાં વોર્ડ મહાનગરપાલિકાની ઓફિસના સત્તાધિશો દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી સમગ્ર સમસ્યા નિવારવાના પ્રયત્ન હાથ ધરાયા હતા અને જવાબદાર આસામીઓને દંડ વસુલિ યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી હતી. ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીનો પણ નિકાલ કરવા માટે પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે અને ભૂગર્ભના જવાબદાર લોકોને સૂચના આપવામાં આવી હતી.