Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારબેટ દ્વારકામાં અવ્યવસ્થાથી યાત્રિકો-વેપારીઓમાં રોષ

બેટ દ્વારકામાં અવ્યવસ્થાથી યાત્રિકો-વેપારીઓમાં રોષ

ડાયવર્ટ કરાયેલા રસ્તાથી મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓએ પોલીસને કરી રજૂઆત, ધંધા રોજગાર રાખ્યા બંધ

- Advertisement -

યાત્રાધામ બેટ-દ્રારકામાં નાતાલની રજાઓમાં લોકોની ભીડ વધી ત્યારે દેવ સ્થાન સમિતિએ સગવડીયો ધર્મ અપનાવતા યાત્રિકો હેરાન અને નાના વેપારીઓની મુશ્કેલી વધી ! યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે આખા વર્ષ દરમિયાન રજાઓ અને પર્વ નિમિત્તે યાત્રિકોનો ઘસારો વધી જાય છે ત્યારે આ ધસારા ને પહોંચી વળવા સ્થાનિક તંત્ર દેવસ્થાન સમિતિ, ઓખા નગરપાલિકા સૌનએ સાથે મળીને સુચારૂં રૂપથી વ્યવસ્થાઓ કરવાની હોય પરંતુ અહીં ઉલટી ગંગા વહે છે !

- Advertisement -

બેટ-દ્વારકા દેવસ્થાન સમિતિ યાત્રિકોની વ્યવસ્થાઓ ઊભી કરવાના બદલે યાત્રિકોની સગવડતાઓ માં રોડા નાખે છે. હાલ.નાતાલનાં વેકેશન ને લીધે બેટ-દ્વારકા ખાતે યાત્રિકોનો ધસારો ખૂબ જ વધ્યો છે ત્યારે બેટ દેવસ્થાન સમિતિના અમુક સભ્યોના જકી વલણના હિસાબે યાત્રિકોને તો તકલીફ પડે જ છે પરંતુ સાથે સાથે બેટના સ્થાનિક નાના વેપારીઓને પણ તકલીફો પડી રહી છે. બેટ દ્વારકા દેવસ્થાન સમિતિએ સ્થાનિક તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી કે યાત્રિકોના રસ્તાને ડાઈવર્ટ કરવામાં આવે.

આ ડાયવર્ટ કરેલા રસ્તાથી યાત્રિકોને તો ચપ્પલ રાખવા કે મોબાઈલ રાખવાની તકલીફો પડી જ રહી હતી સાથે સાથે નાના વેપારીઓની પણ મુશ્કેલીમાં વધારો થયો છે. આજે આ સ્થિતિથી વેપારીઓ કંટાળીને પોતાના ધંધા રોજગાર બંધ રાખી પોલીસ સમક્ષ રજૂઆત કરવા માટે દોડી ગયેલ હતા ત્યારે પી.એસ.આઇ વાજા એ પરિસ્થિતિનો ખ્યાલ રાખીને યાત્રિકો માટે રસ્તો ખોલી આપ્યો હતો અને નાના વેપારીઓની મુશ્કેલીઓનો હંગામી અંત આવ્યો હતો. દેવસ્થાન સમિતિના આ પગલાંથી યાત્રિકો અને બેટના નાના ધંધાર્થીઓમાં ભારે રોષ પેદા થયો છે. આપણે જોયું છે કે યાત્રાધામ બેટ દ્વારકામાં યાત્રિકોની સુવિદ્યાઓમાં વધારો કરવાના બદલે દેવસ્થાન સમિતિના સર્વે સવો ઉપાધ્યક્ષ સમીર પટેલ અને સ્થાનિક કારકૂન દિનેશ બધીયાણીના અમાનવીય વલણથી વારંવાર યાત્રિકો અને સ્થાનિકોને તકલીફો પડી રહી છે.
યાત્રાધામ બેટ-દ્વારકામાં રાજ્ય,દેશ અને પરદેશથી વર્ષ દરમિયાન લાખો યાત્રિકો દર્શન માટે આવે છે ત્યારે દેવસ્થાન સમિતિએ યાત્રિકોની સવલતો- સગવડતાઓ ઉભી કરવી જોઈએ પરંતુ અહીં યાત્રિકો માટે સૌચાલય, પેશાબ ઘર, બેસવાની વ્યવસ્થા, આરામની વ્યવસ્થા, પીવાનું પાણી કે અન્ય વ્યવસ્થાઓનાં કોઈ ઠેકાણા નથી ! મુખ્ય મંદિરની આગળની ભાગમાં પશુઓ, કૂતરાઓ, પશુઓનાં મળ-મૂત્ર અને ગંદકી કાયમી માટે રહે છે અને આ અંગે અનેક રજૂઆતો થવા છતાં યાત્રાધામ બેટ દ્વારકા ની દેવસ્થાન સમિતિ ના સભ્યો અને હોદ્દેદારો પોતાના આંખ અને કાન કાયમી માટે જાણે બંધ કરેલા હોય તેવી પરિસ્થિતિ સર્જાયેલી રહે છે !

- Advertisement -

અત્રે ઉલેખનિય છે કે યાત્રાધામ બેટ-દ્રારકાની દેવસ્થાન સમિતિ મંદિરનું સંચાલન કરે છે ત્યારે મંદિરનાં અરબો ખરબોનાં ખજાના અંગે સ્થાનિક 4 ટ્રસ્ટીઓ અને હોદેદારોએ મૌન સેવી લીધું છે ! આ ઉપરાંત યાત્રિકો અનેક રીતે પરેશાન થઈ રહ્યા છે ઉપરાંત મંદિરનાં પુજારીઓ અને બ્રાહ્મણો પણ આ સમિતિનાં સમીર પટેલ અને સભ્યોનાં વલણથી તંગ આવી ગયા છે. યાત્રાધામ બેટ-દ્વારકાની સમસ્યાઓનાં નિવારણ માટે ધમે રક્ષા સમિતિએ દ્રારકા પ્રાંત અધિકારી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરેલ હોવા છતા 3 માસથી કોઈ નિવેડો ન આવતા જાન્યુઆરી-2023 થી નવી લડતનાં મંડાણ કરાશે તેમ બેટ-દ્વારકા ધર્મ રક્ષા સમિતિનાં પ્રમુખ અજય રાઠોડે જણાવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular