રિલાયન્સ જિયોએ નવા પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યા છે અને તેના ગ્રાહકોને ઘણી સારી ઑફર્સ આપી છે. જિયોએ Disney + Hotstar સાથેની ભાગીદારી વધારી છે. આ સાથે, ત્રણ મહિના માટે Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન સાથે ત્રણ નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે.
રિલાયન્સ જિયોના રૂ. 333 પ્રીપેડ પ્લાન હેઠળ, દરરોજ 1.5GB ડેટા સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 28 દિવસ માટે દરરોજ 100 SMS આપવામાં આવશે. Disney+ Hotstar મોબાઇલનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ હશે. આ પ્લાન 28 દિવસ માટે માન્ય છે.
583 રૂપિયાના પ્લાન સાથે યુઝર્સને 56 દિવસની વેલિડિટી મળે છે. 1.5GB ડેટા સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 SMS અને Disney + Hotstar Mobileનું ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી માં આપવામાં આવશે. રૂ.783ના પ્રીપેડ પ્લાનમાં દૈનિક 1.5GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 SMS અને Disney + Hotstar મોબાઇલનું ત્રણ મહિનાનું સબ્સ્ક્રિપ્શન પણ હશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે.
પ્રાઇમ મેમ્બરશિપ માટે નવા યુઝર્સે 100 રૂપિયા ચુકવવા પડશે. નવા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 90 દિવસથી ઓછી છે. આથી યુઝર્સે ત્રણ મહિના માટે Disney+ Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શનનો લાભ લેતી વખતે રિચાર્જ કરવું પડશે. ત્રણેય નવા જીયો રિચાર્જ પ્લાનમાં JioTV, JioCinema, JioCloud અને જીયો એપ્સની મફત ઍક્સેસ પણ હશે.