ગુજરાતના વાહન માલીકો માટે ખાસ કરીને જેઓ 15 વર્ષ જૂના વાહનો ચલાવે છે તેના માટે ખતરાની ઘંટી વાગવાની શરુ થઈ છે. તા.1 એપ્રિલ 2022 થી રાજયભરમાં 15 વર્ષથી જૂના વાહનો માટે હવે ફીટનેસ સર્ટીફીકેટ સાથે ફરી રજીસ્ટ્રેશન કે રીન્યુઅલ કરવા માટેનો નિયમ અમલી બની ગયા છે છતાં પણ હજું આ પ્રકારના જૂના વાહનો ધરાવતા માલીકોમાં ફીટનેસ સર્ટી લેવાની કે પછી તેનું રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવાની કોઈ ઉતાવળ જણાતી નથી.
આ સ્થિતિ વચ્ચે જેઓ આ માસમાં તેના વાહનનું ફીટનેસ સર્ટીફીકેટ મેળવવામાં અને રી-રજીસ્ટ્રેશનમાં નિષ્ફળ જાય તેના પર પ્રતિમાસના ધોરણે દંડ લાગી શકે છે. રાજયમાં નવી સ્ક્રેપ પોલીસીનો પ્રથમ ભાગ અમલી બની ગયો છે. જો કે હજું આ ફીટનેસ સર્ટીફીકેટ માટેના ધોરણો કે માપદંડ જાહેર થયા નથી અને જે વાહનોમાં ફીટનેસ સર્ટી મેળવી શકે નહી તેનું શું કયાં સ્ક્રેપ યાર્ડ વિ. પ્રશ્ર્નો છે છતાં સરકારે નિયમ લાગુ કરી દીધો હોય તેમ જણાય છે અને જે ટુ વ્હીલર, થ્રી-ફોર કે મલ્ટી વ્હીલર વાહનો 15 વર્ષથી જૂના હોય તો તેનું નવેસરથી રજીસ્ટ્રેશન ફીટનેસ સર્ટીફીકેટ સાથે કરાવવું ફરજીયાત છે.
નહી કરાવનાર પર તા.1 મે 2022 થી દંડ વસુલાશે જે ટુ વ્હીલર માટે પ્રતિ માસ રૂા.300 અને કાર માટે રૂા.500 પ્રતિ માસ છે. આરટીઓના સૂત્રો કહે છે કે, રાજયમાં આ પ્રકારે 15 વર્ષ જૂના 14 લાખ ટુ વ્હીલર વાહનો છે જેનું ફીટનેસ સર્ટી જરૂરી બનશે પણ 1988ના મોટર વ્હીકલ એકટમાં આ સુધારો કરી લેવાયો છે. (અનુ. પાના 6 ઉપર)