Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના દિવ્યાંગોને માસિક 1000ની આર્થિક સહાય મળશે

જામનગર જિલ્લાના દિવ્યાંગોને માસિક 1000ની આર્થિક સહાય મળશે

ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ જામનગર જિલ્લાના મનો દિવ્યાંગ, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ સ્પેકટ્રમ પ્રકરાની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે સરકાર દ્વારા દિવ્યાંગતાની માત્રા 75% થી ઘટાડીને 50% કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ માસિક રૂ.1000 આર્થીક સહાય મળવાપાત્ર થાય છે.આ યોજના માટે બી.પી.એલ. દાખલાની જરૂર નથી તથા આવક મર્યાદાનો પણ કોઈ બાધ નથી. આ સહાયની રકમ ડી.બી.ટી. મારફત સીધા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમા જમા કરવામાં આવશે.આ યોજનાનો લાભ 50% દિવ્યાંગતા ધરાવતા બાળકો, પૂરૂષો, સ્ત્રી તમામને મળશે.જામનગર જિલ્લાના જે કોઈ દિવ્યાંગ લોકોને લાભ મળવાના બાકી હોય તેવા લાભાર્થીઓએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-જામનગર, સેવા સદન-4 ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં.33, રાજકોટ રોડ, વિક્ટોરીયા પુલ પાસે, જામનગર-361007 ફોન. નં. 0288-2570306 પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular