- Advertisement -
ધનુર અને ડીપ્થેરીયા વેક્સિનથી બચાવી શકાય એવા રોગ છે. કિશોરાવસ્થામાં આ રસી લેવું જરૂરી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીના કારણે આ વેક્સિનનું કવરેજ ઘણું ઘટી ગયુ હોય આ વર્ષે 5 અને 10 ધોરણમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાએ ન જતા દસ વર્ષ અને પંદર વર્ષના બાળકોને આ વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ભાણવડ તાલુકામાં કુલ 3500 જેટલા બાળકોને આ વેક્સિન આપવાનું થાય છે. આ વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત ભાણવડની વી.એમ. ઘેલાણી સ્કૂલથી કરવામાં આવી હતી. કુલ 120 જેટલા વિદ્યાર્થીઓને આ વેક્સિન આપવામાં આવી હતી.
આ તબક્કે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચાંડેગ્રા દ્વારા વેક્સિનનું મહત્વ તેમજ વિદ્યાર્થીઓને લોહતત્વની ગોળીઓ, કિશોરાવસ્થાની સમસ્યાઓ વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં પ્રથમ દિવસે જ તાલુકામાં કુલ એક હજાર વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે. તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
- Advertisement -