Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાળ મુમુક્ષ ચૈત્યનો દિક્ષાસમારોહ

જામનગરમાં બાળ મુમુક્ષ ચૈત્યનો દિક્ષાસમારોહ

- Advertisement -

જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત જૈન સમાજમાંથી બે બાળવયના સગા ભાઇ-બહેન દિક્ષા ગ્રહણ કરેલ છે.

- Advertisement -

મુળ સિહોરવાળા અને હાલ જામનગરમાં સ્થાયી થયેલ પરિવારમાંથી ગત માસમાં શેઠ જયંતિલાલ મોહનલાલ શાહ પરિવારની હેત્વી શાહએ દિક્ષા ગ્રહણ કર્યા બાદ તેના બે નાના ભાઇ-બહેન ચૈત્ય (ઉ.વ.10) તથા વિરાગી (ઉ.વ.12) બન્ને આચાર્યો વિજય મોહનસુરિજી મહારાજ, હેમપ્રભસુરિજી મહારાજ, પૂર્ણચંદ્રસાગરસુરિજી, દિપરત્નસાગરસુરિજી તથા પં. અપૂર્વચંદ્રસાગરજી સહિતના સાધુ-સાધ્વી મહારાજ સાહેબોની નિશ્રા શેઠ શ્રી પોપટભાઇ ધારશી (સમેતશિખરજી) દેરાસરના પટાંગણમાં દિક્ષા ગ્રહણ કરવાના છે અને આજે ચૈત્યનો દીક્ષા સમારોહ યોજાયો હતો. જ્યારે વિરાગીનો દીક્ષા સમારોહ તા.14 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. આ પરિવારમાંથી અગાઉ 20થી વધુ સભ્યોએ દિક્ષા અંગીકાર કર્યો છે તેમજ જામનગરના ઈતિહાસમાં પ્રથમ વખત બાળવયના ભાઈ-બહેનના દીક્ષા મહોત્સવમાં 100 થી વધુ જૈન સાધુ-સાધ્વી તેમજ ગુજરાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular