Sunday, December 22, 2024
Homeરાજ્યજુનાગઢમાં એકસાથે 09 આત્માઓનો દિક્ષામહોત્સવ

જુનાગઢમાં એકસાથે 09 આત્માઓનો દિક્ષામહોત્સવ

- Advertisement -

જૂનાગઢ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગિરનારની પાવન છાયા તળે પ્રભુ નેમનાથના પાવન પરમાણુઓની સ્પર્શનાએ શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે ઉજવાઈ રહેલાં નવ નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો મંગળવારનો અવસર અનેક ભવ્ય જીવોને ભવ્ય ભાવિના સર્જનનું પ્રેરક નિર્દેશ કરી ગયો હતો.

- Advertisement -

નવ નવ આત્માઓના સંસારત્યાગની અનુમોદના કરતાં સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના છઠ્ઠા દિવસે We Jain-One Jain સાથે જોડાએલાં સમગ્ર ભારતના 108 થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંદ્યોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને કૃત્કૃત્ય બન્યાં હતાં.

આ અવસરે, પરમ ગુરુદેવે સૂતેલાં આત્માને ઢંઢોળી દેનારી હૃદયસ્પર્શી વાણી ફરમાવતાં કહ્યું હતું કે, આ સંસારમાં અનેક આત્માઓ જયારે પોતાના ગુણ-અવગુણની દરકાર કર્યા વિના બસ, જીવન જીવી જતાં હોય છે ત્યારે કોઈક જ આત્મા ક્ષણ ક્ષણની કિંમત સમજીને જીવનને સાર્થક કરી જતાં હોય છે. નવ નવ આત્માઓ જયારે ત્યાગ માર્ગ પર જઈ રહ્યાં છે ત્યારે તેમના ત્યાગની પ્રેરણાએ આપણી અંદરના સત્ તત્વને પણ જાગૃત કરીએ. કેમકે, જન્મથી કોઈ મહાપુરુષ કે મહાત્મા નથી બનતાં પરંતુ સ્વયંના પુરુષાર્થ અને સત્કર્મથી મહાન બનતાં હોય છે.

- Advertisement -

એક ત્યાગીનો ત્યાગ અને વૈરાગ્ય અનેકોને ત્યાગની દિશા આપી જતો હોય છે. એવા ત્યાગીઓને જોઈને આપણે કદાચ સંપૂર્ણ ત્યાગ ન કરી શકીએ પરંતુ અલ્પ ત્યાગના બીજ વાવતાં વાવતાં અંતે શુધ્ધિના ફળને પામીએ. ત્યાગ એક એવા દીપક સમાન હોય છે જેની જયોતમાંથી અનેકની ત્યાગ જયોત પ્રગટી જતી હોય છે.

આ અવસરે આયોજિત The Final Full Stop- કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ નિધિબેનના જીવનકવનને Sand Art ના માધ્યમે દર્શવાયેલ. મુમુક્ષુ નિધિબેનના સંસારી કાકા એવા શાસનગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબે આ અવસરે ગુરુ પરિવારની ઉજળી પરંપરાથી સહુને પરિચિત કરાવીને કહ્યું હતું કે, ઇતિહાસના પુનરાવર્તનથી આવેલું પરિવર્તન કયારેક પરમની પ્રેરણા આપી જતું હોય છે. એ સાથે જ, આ અવસરે નિધિબેને પોતાના અંતરંગ સંયમભાવોની અભિવ્યકિત કરેલ.

- Advertisement -

દીક્ષા મહોત્સવમાં આવતીકાલ તા. 3 બુધવાર સવારના 8.30 કલાકે The Final Full stop કાર્યક્રમ અંતર્ગત દીક્ષાર્થી એકતાબેનની જીવનકથા- આત્મકલ્યાણની કેડી સ્વરુપ ચિંતનીય પ્રસ્તુતિ કરવામાં આવશે. આ અવસરે શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી ભાવિકોને લાઈવના માધ્યમે જોડાવવા આમંત્રણ અપાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular