Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરvideo : જિનાલયના નવનિર્માણ નિમિત્તે દિક્ષા કલ્યાણક વરઘોડો યોજાયો

video : જિનાલયના નવનિર્માણ નિમિત્તે દિક્ષા કલ્યાણક વરઘોડો યોજાયો

- Advertisement -

- Advertisement -

સમસ્ત જૈન હાલાર સમાજના પ.પૂ. આચાર્યદેવ વિજયકુંદકુંદ સુરિશ્વરજી મહારાજ અને પ.પૂ. પં. પ્રવર વ્રજસેનવિજયજી મ.સા.ના આશિર્વાદથી જિનાલયનું ઉદ્ઘાટન નિમિત્તે જામનગરમાં એક સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ દિક્ષા કલ્યાણકનો વરઘોડો યોજાયો હતો. તેમજ આવતીકાલે ઓશવાળ સેન્ટર ખાતે સમસ્ત જૈન સમાજની નવનાતમાં વિશાશ્રીમાળી જ્ઞાતિ, વિશા ઓશવાળ જ્ઞાતિ, હાલારી વિશા ઓશવાળ સમાજ, સ્થાનકવાસી સમાજ, દિગમ્બર સમાજ, મોઢ વણિક સમાજ, પોરવાળ સમાજ, સોરઠીયા કંદોઇ સમાજ, ખત્રી સમાજ તથા પૂજ્ય પ્રત્યેક ભક્તિ બહુમાન ધરાવતાં તેમજ દેશ-પરદેશ અને ગામો સંઘમાંથી પધારેલા મહેમાનોનું ગુરૂભક્ત પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્યનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે પ્રભુજીની તથા ગુરૂચરણ પાદુકાની પ્રતિષ્ઠા, શાંતિ સ્નાત્ર પૂજન તેમજ જામનગરના અંદાજે 24 હજાર જૈનોનું સ્વામી વાત્સલ્ય, શનિવારે સવારે 5 વાગ્યે જિનાલય દ્વારોદ્ઘાટન, પ્રભુજીના પ્રથમ દર્શન સવારે 9 વાગ્યે, સતરભેદી પૂજા તથા રવિવારે સ્નાત્ર પૂજા સહિતના આયોજનો યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular