દિગ્વિજ્ય સિમેન્ટ કંપની (કમળ સિમેન્ટ)માં ફરજ બજાવતાં વિરેન્દ્રસિંહ રાણા કંપનીની ભાણવડ ખાતે આવેલી સાઇડ ઉપર ફરજ બજાવતાં હોય, અચાનક કોઇ કારણસર દિગ્વિજ્ય ગ્રામ સિક્કા ખાતે આવેલ દિગ્વિજ્ય સિમેન્ટ કંપીની ગોલ ઓફિસ દ્વારા વિરેન્દ્રસિંહને પત્ર મારફત જાણ કરી રૂબરૂ બોલાવ્યા હતાં અને રાજીનામુ આપવાનું જણાવ્યું હતું.
વિરેન્દ્રસિંહ દ્વારા રાજીનામાનું કારણ પૂછતાં કંપનીના મેનેજર દ્વારા કોઇ ઉત્તર ન આપી, મનમાની કરી જ્યાં સુધી રાજીનામુ ન આપે ત્યાં સુધી બહાર ન જવા દેવા સિક્યોરિટી ગાર્ડને જણાવ્યું હતું. ત્યારબાદ કર્મચારી દ્વારા બહાર નિકળવાનો પ્રયાસ કરતાં સિક્યોરીટી ગાર્ડએ હાથ પકડી રોકવાનો પ્રયાસ કરતાં કર્મચારી સિક્યોરીટીનો હાથ છોડાવી બહાર નિકળ્યા હતાં અને આગળની કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.