Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઇન્ટરનેટ વગર પણ કરી શકાશે ડિજિટલ પેમેન્ટ

ઇન્ટરનેટ વગર પણ કરી શકાશે ડિજિટલ પેમેન્ટ

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, હવે ટૂંક સમયમાં જ દેશમાં ઈન્ટરનેટ વગર ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. આનો હેતુ ઇન્ટરનેટ નેટવર્કથી દૂર અથવા દૂરના વિસ્તારોમાં લોકોને ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડવાનો છે. ઉપરાંત, આ અર્થતંત્રને કેશલેસ બનાવવામાં મદદ કરશે.શક્તિકાંત દાસે કહ્યું કે આ માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો. હવે રિઝર્વ બેંક ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે એક માળખું બનાવવાની છે. એટલું જ નહીં, રિઝર્વ બેંકે ઈંખઙજ મારફતે ઓનલાઈન પેમેન્ટની લિમિટમાં પણ વધારો કર્યો છે. અગાઉ ઈંખઙજ મારફતે માત્ર 2 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાતી હતી, પરંતુ હવે આનાથી 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular