જામનગર તાલુકાના ધુંવાવ નજીક આવેલી હોટલ પાસે પાર્ક કરેલા બે ટ્રકમાંથી રૂા.24,963 ની કિંમતનુું 280 લીટર ડીઝલ ત્રણ શખસો ચોરી કરી ગયાની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
જામનગર તાલુકાના ધુંવાવ-ખીમરાણા રોડ પર આવેલી હોટલ પાસે પાર્ક કરેલ જીજે-10-ટીવી-9821 નંબરના ટ્રકમાંથી રૂા.10694 ની કિંમતનું 120 લીટર અને જીજે-10-ટીએકસ-3116 નંબરના ટ્રકમાંથી રૂા.14269 ની કિંમતનું 160 લીટર ડીઝલ દિગ્વીજયસિંહ સિધ્ધરાજસિંહ ચુડાસમા અને 2 અજાણ્યા સહિતના ત્રણ શખ્સો કુલ રૂા.24,963 ની કિંમતનું 280 લીટર ડીઝલ જીજે-03-ઈસી-0069 નંબરની કારમાં આવીને ચોરી કરી ગયાની રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા કરાતા હેકો બી.એન. ચોટલીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.