જામજોધપુર તાલુકાના જામવડી ગામમાં રહેતાં વૃદ્ધા તેના ઘરે ચા બનાવતા હતાં ત્યારે અકસ્માતે સાડી ચુલામાં અડી જતાં આગથી દાઝી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતાં ભાનુબેન જીવનભાઇ ખાંટ (ઉ.વ.70) નામના પટેલ વૃદ્ધા ગત તા.18 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેના ઘરે ગેસના ચુલા ઉપર ચા બનાવતા હતાં ત્યારે પહેરેલી સાડી અકસ્માતે આગની જ્વાળામાં અડી જતાં આગ લાગવાથી શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃદ્ધાનું સોમવારે સાંજના સમયે મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર દિલીપભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.