જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રૌઢા તેણીના ઘરે નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં આવેલા દર્શી રેસી. માં ફલેટ નં.501 માં રહેતા પૂનમબેન સંદિપભાઈ જયસ્વાલ (ઉ.વ.51) નામના પ્રૌઢા રવિવારે બપોરે તેના ઘરે નિંદ્રાધિન હતાં ત્યારે બેશુદ્ધ થઈ જતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ સંદિપભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.