દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં રહેતા અને માછીમારી કરતા કોડીનારના વતની યુવાન માછીમારી કરતા સમયે ઓખાના દરિયામાં અકસ્માતે પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામના મૂળ વતની અને હાલ ઓખામાં રહી અને માછીમારી કરતા ઘનશ્યામભાઈ જીવાભાઈ બારૈયા નામના 49 વર્ષના કોળી માછીમાર યુવાન ગુરુવારે સાંજે ઓખાના દરિયામાં આશરે નવ નોટિકલ માઈલ દૂર તેમની જય ચામુંડા- 23 બોટમાં માછીમારી કરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતે તેઓ દરિયામાં પટકાઈ પડતા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ગણેશભાઈ રામજીભાઈ બારૈયા (ઉ.વ. 29, રહે. કોડીનાર) એ ઓખા મરીન પોલીસને કરી છે.