Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા હિરક મહોત્સવ ઉજવણી

સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા હિરક મહોત્સવ ઉજવણી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવનિર્મિત્ત છાત્રાલયોનું ઉદઘાટન

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા 8 જુલાઈના રોજતેના ‘હિરક મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા જ્યારે જામનગરના સંસદ સભ્ય પૂનમબેન માડમ, 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સિદ્ધાર્થ ચંદ્રા, જામનગરના કલેક્ટરડો.સૌરભ પારધી, ઓબ્સાના ઉપપ્રમુખ કર્નલ હરેશ લિંબાચીયા અને ડો. ભરત ગઢવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાનએ આગમન સમયે સ્કૂલમાં શૌર્ય સ્તંભ,શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે નવનિર્મિત બોયઝ છાત્રાલય ‘સરદાર પટેલ હાઉસ’ નું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ દ્વારા કરાયું હતું જ્યારે નવીનીકૃત ગર્લ્સ છાત્રાલય ‘અહલ્યાબાઈ હાઉસ’ નું ઉદઘાટન સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરાયું હતું. મુખ્ય અતિથિ સાથે અન્ય મહાનુભાવોએ બંને ગૃહોની મુલાકાત લીધી હતી.

આ તકે સ્કૂલ ‘હિરક મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે સ્કૂલ સભાખંડમાં સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. તેમની શરૂઆત સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. આચાર્યએ તેના સ્વાગત પ્રવચનમાં સ્કૂલના 60 વર્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસથી બધાને અવગત કર્યા હતા. તેમણે સ્કૂલના વિકાસમાં યોગદાન આપનાર સંસ્થાના સ્થાપક, પૂર્વ પ્રશાસકો અને પૂર્વ કર્મચારીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત તેમણે સંરક્ષણ મંત્રાલય સાથે મેમોરેન્ડમ કરાર પર સહી કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો અને તેમના કારણેઆ સ્કૂલના સર્વાંગી વિકાસ માટે મદદ મળશે અને સ્કૂલ વિશ્વ કક્ષાની બનશે. તેમણે સ્કૂલને લોન્ડ્રી મશીન ભેટ આપવા બદલ‘ઓલ્ડ બોયઝ ઓફ સૈનિક સ્કૂલ એસોસિએશન’(ઓબ્સા) નાસભ્યોનો આભાર માન્યો હતો અને તેઓ સ્કૂલના રાજદૂત છે તેમ જણાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેડેટ ક્રિશા વાઢેરએ સરસ્વતી વંદના પર મંત્રમુગ્ધ નૃત્ય રજૂ કર્યું હતું, જે પછી સ્કૂલના શિક્ષકો અને કેડેટ્સ દ્વારા મધુર અને પ્રેરણાત્મક ગીતની રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના ફીલ્ડ માર્શલ સેમ માણેકશા,ફીલ્ડ માર્શલ કે.એમ. કારિઅપ્પા અને માર્શલ ઑફ ધ ઈન્ડીયન એરફોર્સ અરજન સિંહના ચિત્રોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સભાને સંબોધિત કરતા મુખ્ય અતિથિએ અધિકારીઓ, કર્મચારીઓ અને કેડેટ્સને ‘હિરક મહોત્સ’ની ઉજવણી અને છોકરીઓને પ્રથમ વખત સ્કૂલમાં પ્રવેશ આપવા માટે શુભેચ્છા આપી હતી. તેમણે છોકરીઓને સેનાની વર્ધીમાં અને રાષ્ટ્રની સંરક્ષણ સેવાઓમાં યોગદાન આપતી જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ઓનલાઈન મોડ દ્વારા જોડાયેલા કેડેટ્સને ઉચ્ચ વિચાર અને ઉચ્ચ લક્ષ્ય રાખવા તથા નિષ્ફળતાઓથી નિરાશ ન થવા આગ્રહ કર્યો હતો. તેમણે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી. અંતે સ્કૂલના ઉપાચાર્ય લેફ્ટીનન્ટ કમાન્ડર મનુ આરોરાએ સૌના આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular