Sunday, December 22, 2024
Homeરાજ્યદ્રારકાધીશ મંદિરે ધુળેટીનાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો, ભક્તો મન મુકીને કૃષ્ણ સંગ રંગે...

દ્રારકાધીશ મંદિરે ધુળેટીનાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો, ભક્તો મન મુકીને કૃષ્ણ સંગ રંગે રંગાયા

- Advertisement -

ચારધામની એક નગરી એટલે કે દ્વારકામાં હોળી પર્વનું ખુબજ મહત્વ રહેલું છે. અને હોળી પર્વને લઇને ફૂલડોલ ઉત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવે છે. તેમજ હોળી અને ધૂળેટીમાં દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શનનો વિશેષ મહિમા છે. ભગવાન દ્રારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓએ દૂર દૂરથી પગપાળા ચાલીને આવે છે. ત્યારે આ વર્ષે પણ લાખો ભક્તો પગપાળા દ્રારકાધીશ મંદિરે ધુળેટીનાં ફુલડોલ ઉત્સવ જોડાયા હતા અને કૃષ્ણ ભકતો મન મુકીને કૃષ્ણ સંગ રંગે રંગાયા હતા.

- Advertisement -

છેલ્લા બે વર્ષ થી કોરોના કાળને કારણે તહેવાની ઉજવણી નોહતી કરી ત્યારે કોરોના હલવો પડતાની સાથે લોકો રહેવાની ઉજવણી મન મૂકીને કરી રહ્યા છે. ત્યારે દ્વારકા મંદિરમાં ફૂલડોલોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન પર કેસૂડાંના પાણી અને અબીલ ગુલાલનો છંટકાવ કરી ભક્તિમય રીતે ભગવાનના સાનિધ્યમાં ધુળેટી માણવા લોકો ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ ભગવાન સમક્ષ ઉજવણી કરવા મળતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનને પુષ્પના હિંડોળામાં ઝુલાવવાનું પણ આયોજન કરાયુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular