ઉમંગ- ઉત્સાહના પર્વ ધૂળેટીની ઉજવણી ગઈકાલે સોમવારે ખંભાળિયામાં મહદ્ અંશે મોટા આયોજનો વગર કરવામાં આવી હતી. ધુળેટી પૂર્વે બજારોમાં પિચકારી, વિવિધ કલરની ઘરાકી ખૂબ ઓછી રહી હતી. ગઈકાલે રંગોનાં ઉત્સવ ધુળેટીમાં લોકોએ એકબીજાને વિવિધ રંગો વડે રંગી અને આનંદ વ્યક્ત કર્યો હતો.
જો કે ઘેરૈયાઓ તથા જાહેરમાં ધુળેટી રમતા લોકોની સંખ્યા નહિવત્ રહી હતી. ખાસ કરીને યુવાઓ- બાળકોએ ધુળેટી પર્વને માણ્યું હતું. આ પર્વે શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ દ્વારકા, શિવરાજપુર બિચ સહિતના સ્થળોએ જઈ, રજાની મજા માણી હતી. કેટલાક અપવાદો બાદ કરતા ધૂળેટીનું આ પર્વ જાહેરના બદલે પારિવારિક બની રહ્યું હતું.