ધ્રોલના વરિષ્ઠ પત્રકારને મહાદેવના મંદિરે દર્શન કરવા જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. રોજના રૂટીન મુજબ ધ્રોલ થી મોટા વાગુદળ ગામે આવેલ ઇન્દ્રેશ્ર્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. ત્યારે રવિવારે સાંજે મોટા વાગુદળ ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક આડે અચાનક ભૂંડ ઉતરતા બાઇક સાથે અથડાયું હતું અને અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત સર્જાતા બાઇક રસ્તાની સાઈડમાં આવેલ બાવળની જાળીમાં ઉતરી ગયું હતું. અને ધ્રોલના વરિષ્ઠ પત્રકાર જયેશ ભટ્ટને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.