Monday, December 23, 2024
Homeરાજ્યધ્રોલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા સિક્કા કોવિડકેર સેન્ટરમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરનું અનુદાન

ધ્રોલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા સિક્કા કોવિડકેર સેન્ટરમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરનું અનુદાન

- Advertisement -

જામનગર જિલ્લાના સિક્કા ખાતે ધ્રોલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અદનાનભાઇ ઝન્નર દ્વારા સિક્કા નગરપાલિકા પ્રમુખ જુસુબભાઇ બારૈયાના નેજા હેઠળ ચાલતા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન ક્ધસનટ્રેટર મશીન આપવામાં આવ્યું હતું. સ્થાનિક ડો. સકસેનાભાઇ તથા ડો. વિરલ શાહને આ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિક્કા ગામમાં વસવાટ કરતાં જરૂરિયાતમંદ પરિવારો માટે 15 રાશન કીટ સૈયદ અબ્દુલ કાદિરબાપુને આપવામાં આવી હતી. તેમજ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલ તમામ દર્દીઓની ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા હતાં. આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી યુસુફભાઈ ખફી, મહિલા કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મંત્રી સારાબેન મકવાણા, સિકકા નગરપાલિકા પ્રમુખ જુસબભાઈ બારોયા, ઉપપ્રમુખ અસગર.ડી.ગંઢાર, સૈયદ અબ્દુલ કાદિરબાપુ, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અમીનભાઇ ઝન્નર, અશોકભાઈ ત્રિવેદી જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી સુલતાન સોતા, શોકત હુસેન સોહરવર્દી, ધ્રોલ માજી સભાપતિ પાંચાભાઇ તેમજ સિક્કા મુસ્લીમ જમાતના આગેવાન ઈકબાલભાઈ મેંપાણી, આબિદ અલવાણી, સરમત જમાતના આગેવાન ઈસ્માઈલ ભગાડ, ઉમર ભાયાણી તથા નગરપાલિકા સભ્યો અસગર હુંદડા, મામદ કુંગડા, રોહિત ગોસ્વામી, ભખર સુંભણિયા, આયશાબેન હુંદડા તેમજ સામાજીક કાર્યકર અને ફકીર સમાજ સિક્કાના પ્રમુખ તથા ઓલ ગૂજરાત મુસ્લીમ દિવાન ફકીર સમાજના ઉપપ્રમખ એવા સલીમ મુલ્લા હાજર રહ્યાં હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular