જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસસ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં તથા મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો હોય હાલ રાજકોટમાં હોવાની બાતમીના આધારે જામનગર પેરોલ ફર્લો સ્કવોડએ તેને ઝડપી પાડી ધ્રોલ પોલીસના હવાલે કર્યો છે.
જામનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તેમજ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. એસ.એસ.નીનામાના માર્ગદર્શન હેઠળ જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. બી.એમ.દેવમુરારી તથા સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા સલીમભાઈ નોયડાને બાતમી મળી હતી કે છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો ધ્રોલ પોલીસસ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં તથા મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે ભીખો ઉર્ફે બાઠીયો કરશનભાઈ ખીચડા ( રહે. 58 દિ.પ્લોટ હિંગળાજ ચોક ગોળ ગોડાઉન વાળી શેરી જામનગર) ને રાજકોટના કાલાવડ રોડ જલારામ રેસ્ટોરન્ટ પાસેથી ઝડપી લઇ ધ્રોલ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો.
આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ બી.એમ.દેવમુરારી, હેડ કોન્સ્ટેબલ લખધીરસિંહ જાડેજા, રાજેશભાઈ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ તથા કોન્સ્ટેબલ મહિપાલભાઈ સાદીયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ,તથા અરવિંદગીરી ગોસાઈ દ્વારા કરવામાં આવી હતી.