સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં બન્ને ગૃહોમાં 143 જેટલાં સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ નજીક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસ દ્વારા લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવોના નારા અને પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકા વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટરો નુરમામદ પલેજા, આનંદ રાઠોડ, જેનબબેન ખફી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.