Friday, December 5, 2025
Homeરાજ્યખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં આવતીકાલે ધર્મોત્સવ

ખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં આવતીકાલે ધર્મોત્સવ

ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલી ખાતે આવતીકાલે રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તારીખ 5 ના રોજ નગર ગેઈટ વિસ્તારમાં આવેલી સેવાકુંજ હવેલીમાં સાંજે પાંચ વાગ્યાથી આંબા મનોરથના દર્શન યોજવામાં આવશે. આ સાથે હવેલીના પૂજનીય ગોસ્વામી શ્રી માધવી વહુજીના જન્મદિવસ નિમિત્તે બપોરે વૈષ્ણવો-આમંત્રિતો માટે પ્રસાદ તથા સાંજે 4 થી 7 દરમિયાન યમુનાષ્ટકના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ અલૌકિક ઉત્સવ-દર્શનનો લાભ લેવા સેવાકુંજ હવેલીના વહુજી દ્વારા વૈષ્ણવ ભાઈઓ-બહેનોને અપીલ કરવામાં આવી છે.આ સાથે સેવાકુંજ હવેલી ખાતે ગઈકાલે યોજવામાં આવેલા નવના દર્શનનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular