Sunday, December 22, 2024
Homeરાજ્યધારાગરના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

ધારાગરના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

- Advertisement -

ભાણવડ તાલુકાના ધારાગર ગામે રહેતા અલીમામદ ઓસમાણભાઈ શેઠા (ઉ.વ.40) વર્ષના મુસ્લિમ યુવાન ઉપર આ જ વિસ્તારના રહીશ ફારુક ઈબ્રાહીમ શેઠા, હસન આમદ શેઠા, ઓસમાણ અલી ગજણ અને ઈકબાલ જુમ્મા ઘુઘા નામના ચાર શખ્સોએ એકસંપ કરી ફરિયાદી અલીમામદભાઈ પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે માર્ગ વચ્ચે જીજે-06-સીએમ-3428 નંબરની સ્વીફ્ટ મોટરકારમાં આવેલા ઉપરોક્ત શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે બેફામ માર મારી ફેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદી અલીભાઈ ઓસમાણભાઈએ આરોપી પરિવારની યુવતી સાથે મૈત્રી કરાર કરેલ હોય અને આરોપીની બહેનની દીકરીને ફરિયાદી અલીમામદનો કૌટુંબિક ભત્રીજો ભગાડી ગયેલો હોય તે અંગેનું મનદુ:ખ રાખી અને ઉપરોકત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે ચારેય શખ્સો સામે આઈપીસી કલમ 325, 323, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ આર.એ. નોયડાએ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular