જામનગરથી અમરનાથ યાત્રાએ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શિવભક્તો જઈ રહ્યા છે. જે માટે અનેક શિવભક્તોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. જેના અનુસંધાને આજે સૌપ્રથમ એક ટુકડી અમરનાથ યાત્રાએ જવા રવાના થઈ હતી. જામનગર શહેરમાં વસવાટ કરતા 100થી વધુ શિવભક્તો કે જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જે તમામને આજે હાપા (જામનગર) રેલ્વે સ્ટેશન પરથી વિદાય અપાઇ હતી અને અમરનાથ બાબાના દર્શન કરવા માટે પ્રથમ અમરનાથ યાત્રીઓનો જથ્થો રવાના થયો હતો.