Friday, March 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર દ્વારકાધીશજીના મંદિરમાં ફુલડોલ ઉત્સવના રંગમાં ભકતો રંગાયા - VIDEO

જામનગર દ્વારકાધીશજીના મંદિરમાં ફુલડોલ ઉત્સવના રંગમાં ભકતો રંગાયા – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરના ખંભાળીયા ગેઈટ નજીક આવેલા ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ફુલડોલ ઉત્સવમાં ભકતો ભકિતના રંગમાં રગાયા. ફાગણ માસની પુનમના ભવ્ય ઉત્સવ થનાર છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ફુલ અને ભકિત રાસ સાથે ફુલડોલ ઉત્સવમાં ભકતો રંગાય છે. ભગવાન દ્વારકાધીશજીને સેવા કરતા રમેશભાઈ મુખ્યાજીએ જણાવ્યુ હતુ. કોઈ આયોજન કે આમંત્રણ વગર દ્વારકાધીશના ભકતો ફુલડોલ ઉત્સવમાં સ્વયં સામિલ થાય છે. અને બપોરે 12 થી અંદાજે 2 વાગ્યા સુધી ભકતો આસ્થા સાથે રાસ-ગરબા સાથે ભગવાન સાથે ફુલડોલ ઉત્સવના રંગે રગાય છે.

પુષ્ટિ સંપ્રદાયમાં પ્રભુની ભકતો પર કૃપા સખાભાવના ૪૦ દિવસ હૅમંતૠતુની વિદાય બાદ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ઍવી વસંતૠતુનાઁ મંગલપ્રારંભ થાય છે.ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય વાણીમાં જે આધ્યાત્મીક ગ્રંથનું સર્જન થયું છે તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “ૠતુમાં હું વસંત છું. ’” મહા શુકલ પક્ષ પાંચમ એટલે વસંતપંચમીનો શુભ દિવસ. આ દિવસથી ઋતુરાજ વસંતનો પ્રારંભ થાય છે.વસંતનો ઉત્સવ એટલે નિર્સગનો ઉત્સવ.
મનુષ્ય સમૃઘ્ધ થાય કે બે પાંદડે થાય ત્યારે કહીએ છીએ કે, તેના જીવનમાં વસંત આવી છે. આ ૠતુરાજ વસંતનું પર્વ ભૂતલ પર પુષ્ટિ સંપ્રદાયમાં ચાલીસ દિવસ સુધી વિશિષ્ટ રીતે ઉજવાય છે.
મહાસુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધીના આ ચાલીસ દિવસો પુષ્ટિ સંપ્રદાયમાં નોખા – અનોખા પ્રકારથી ઉજવવામાં આવે છે.
આ ચાલીસ દિવસ દરમ્યાન પુષ્ટિ સંપ્રદાય તેમજ સમગ્ર વ્રજમંડળમાં જયાં ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓ રચાયેલી છે ત્યાં આ ફુલફાગ હૌરી રસીયા મહૌત્સવ નોંખી અનૌખી રીતે ઉજવવામાં આવે છે.આપણે સૌ વૈષ્ણવો આ રસિયા ઉત્સવનો આનંદ લઈ રહ્યાં છીએ.આ હોળી ખેલના દિવસોમાં પ્રભુએ તેના ભકતોને ઠાસ્ય ભાવમાંથી મુકત કરી સખા ભાવની ભેટ આપી છે.અર્થાત આ હોળી ખેલના દિવસો દરમ્યાન પ્રભુ તેના ભકતોને સાખ્ય ભકિતનું દાન આપે છે એટલે ઠાકૌરજીના ચરણને આ દિવસૌ દરમ્યાન ઢાંકી દેવામાં આવે છે, કારણ કે ભકતોની દ્રષ્ટિ ઠાકોરજીના ચરણ પર પડે તો આપણો પ્રભુ પ્રત્યેનો દાસ ભાવ જાગે અને ઠાસ ભાવ જાગે તો આપણે પ્રભુને કહેતા રહીએ કે પ્રભુ હજી બીજી મુઠી ગુલાલ અને અબીલની અમારા પર છાંટો, પરંતુ દાસભાવ જાગે તો પ્રભુને આનંદ ન આવે, પ્રભુને હોળી ખેલવાનો આનંદ ત્યારે આવે કે તે એક મુઠી અબીલ ગુલાલની આપણા પર છાંટે તો આપણે ચાર મુઠી પ્રભુ પર છાંટીએ – ઉડાડીએ અને પ્રભુને રમાડીએ તો આપણા પ્રભુને વધુ મજા આવે, મોજ આવે અને પ્રસન્નતા વ્યકત કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular