Sunday, December 22, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં મ્યુકરમાયકોસિસ રોગના 16 દર્દીઓ, એકનું મૃત્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મ્યુકરમાયકોસિસ રોગના 16 દર્દીઓ, એકનું મૃત્યુ

- Advertisement -

કોરોના વાયરસ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજયમાં હવે મહામારી બની ચૂકેલા મ્યુકરમાયકોસિસ રોગે હાહાકાર સાથે ભય પ્રસરાવી દીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવે આ રોગનો પગપેસારો થઇ ચુક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અહીંની સરકારી હોસ્પિટલમાં આ રોગ સામે આવી રહ્યો છે.

- Advertisement -

આ રોગ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ખંભાળિયા તાલુકાના નવ, ભાણવડ તાલુકાના પાંચ તથા કલ્યાણપુર તાલુકાના બે મળી મ્યુકરમાયકોસિસ રોગના સોળ દર્દીઓ સામે આવ્યા છે. જે પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય પંદર દર્દીઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ હાલ અહીંની સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસ રોગ અંગે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, અહીં કોરોના જેવા રોગોની તબીબી સારવાર કરતા ડોકટરોને આ રોગનાં લક્ષણ ધરાવતા દર્દીઓ બાબતે આરોગ્ય વિભાગને જાણ કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસોમાં નોંધાયેલા આ જીવલેણ રોગ અંગે લોકોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular