Thursday, January 16, 2025
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે છ સ્થળે જુગાર દરોડામાં ત્રણ મહિલાઓ સહિત 26...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે છ સ્થળે જુગાર દરોડામાં ત્રણ મહિલાઓ સહિત 26 ઝબ્બે

સલાયામાંથી પીધેલા ચાર ઝડપાયા : સૂરજકરાડીમાંથી રખડતો-ભટકતો ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા સ્થળ છ સ્થળોએ રમાતા શ્રાવણી જુગારના સ્થાનીક પોલીસે દરોડા પાડી, ગઈકાલે બુધવારે ત્રણ મહિલાઓ સહિત 26 પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા જીલુભા રવાભા ભઠ્ઠડ, દેવુબેન હરદાસ નરા અને બે મહિલા ચાર પત્તાપ્રેમીઓને રૂ.12,070ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ટીવી સ્ટેશન ચોકડી પાસેથી લખન નરેશ મેવાડા, સરમણ માલદે મેવાડા અને રોહિત ઢોલા ચૌહાણને પોલીસે રૂપિયા 3,520ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી પોલીસે શાંતિલાલ નાથાભાઈ પરમાર, ભુટા પરબત રાઠોડ, ભરત બચુ સોલંકી, કાના કાળુ રાઠોડ, મોસીન હુશેન મકરાણી અને મુકેશ કારુ ભારવાડીયાને જુગાર રમતા 12,200ના મુદ્દામાલ સાથે ત્યારે આ જ ગામેથી રવિ શાંતિભાઈ ચુનારા, જયસુખ કરસનભાઈ રાઠોડ, વિજય શંકર રાઠોડ અને મહેશ મોહન રાઠોડ નામના ચાર શખ્સો રૂા 6,130ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. આ ઉપરાંત રોહિત પ્રતાપ સાગઠીયા, તુલસી મોહન રાઠોડ, રણજીત કારુ રાઠોડ અને વિરમ કાના પરમાર નામના ચાર શખ્સોને રૂપિયા 5,169ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડના રુપામોરા ગામેથી હાર્દિક પ્રવીણ બારિયા, જયપાલસિંહ ચંદુભા જાડેજા રવજી ગેલા ચુડાસમા, રણજીત ધુળા ગોરા અને જયદીપ ખીમજી પરમાર નામના પાંચ શખ્સો રૂપિયા 10,140 ના મુદ્દામાલ સાથે જુગાર રમતાં પકડાઈ ગયા હતા.

પીધેલા વાહનચાલકો ઝબ્બે


ખંભાળિયા નજીકના સલાયા ચાર રસ્તા પાસેથી પોલીસે હાપીવાડી ખાતે રહેતા રામા પોપટ ડગરા નામના 25 વર્ષના યુવાનને રૂપિયા પંદર હજારની કિંમતનું જી.કે. 10 એ.એચ. 0334 નંબરનું મોટરસાયકલ પીણું પીધેલી હાલતમાં લાયસન્સ વગર ચલાવતા ઝડપી લીધો હતો. જ્યારે કલ્યાણપુર પોલીસે રાવલ ગામના ભરત રામભાઈ વારોતરીયાને નગડિયા ગામેથી રૂપિયા દસ હજારની કિંમતની કિંમતનું જી.જે. 10 બી.ઈ. 4052 નંબરનુ મોટરસાયકલ લઈને જ્યારે રાવલ ગામના વજસી પરબત વારોતરિયાને રૂપિયા પચીસ હજારની કિંમતનું જી.જે. 37 એફ. 6080 નંબરના સાયકલને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતાં ઝડપી લઈ, જુદી-જુદી કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

મીઠાપુર તાબેના સુરજકરાડીની શાક માર્કેટ પાસેથી સ્થાનિક પોલીસે રાત્રીના સાડા બારેક વાગ્યે દેવુભા ધાંધાભા સુમણીયા નામના 21 વર્ષના યુવાનને લપાતો, છુપાતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular