Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારબાઇક રેસ દ્વારા પૈસાની હાર-જીત કરનાર ચાર શખ્સોની અટકાયત

બાઇક રેસ દ્વારા પૈસાની હાર-જીત કરનાર ચાર શખ્સોની અટકાયત

- Advertisement -

જામનગર એરપોર્ટ ટી-સર્કલથી બેડ ટોલનાકા સુધી મોટર સાઇકલ દ્વારા રેસ લગાવી રોકડ રકમની હારજીત કરતા ચાર શખ્સોને સીક્કા પોલીસએ ઝડપી લઇ રૂા.2,000ની રોકડ તથા રૂા.1,60,000ની કિંમતની ચાર નંગ મોટરસાઇકલ સહિત કુલ રૂા.1,62,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર ખંભાળિયા હાઇવે રોડ પર કેટલા શખ્સો રવિવારે સાંજે બાઇકની રેલ લગાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રહયા હોવાની સીક્કાના હે.કો.અર્જુનસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા તથા દિલીપસિંહ જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા, સર્કલ પી.આઇ. વી.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સીક્કાના પી.એસ.આઇ. આર.એચ.બાર સહિતના સ્ટાફ દ્વારા સીકકા પોલીસે વોચ ગોઠવી હતી અને બાઇકની રેસ લગાવી રહેલાં ચાર બાઇકરોને પોલીસ જીપમાં પીછો કરી આતંરી લીધા હતા અને ચારેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા બે હજારની રોકડ રકમ તથા 4 મોટર સાયકલ સહિતની માલમતા કબજે કરી હતી. પોલીસે પકડી પાડેલા અને બાઇકની રેસમાં જુગાર રમી રહેલા સીકકાના અલ્તાફ અકબરભાઇ બારોયા, કારાભુંગાના રવિ ગોપાલભાઇ ચૌહાણ, ગરીબે નવાઝ ચોક સિકકામાં રહેતા એલિયાસ સલીમભચાઇ હુંદડા તેમજ સરમત નાગાણી પીરની દરગાહ પાસે રહેતા સાલેમામદ દોસમામદ ગંઢારની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular