- Advertisement -
ખંભાળિયામાં રહેતા એક પરિવારની સગીર વયની બે સગી બહેનો પર દુષ્કર્મ ગુજારવા અંગેની ફરિયાદ સંદર્ભે ગઈકાલે પોલીસે મુખ્ય આરોપી સાથે મદદગારી કરનારા બે શખ્સોની પણ વિધિવત રીતે ધરપકડ કરી હતી.
ખંભાળિયામાં રહેતા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે અહીંની એક સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ વચ્ચે તાજેતરમાં ઉપરોક્ત શખ્સ દ્વારા આ સગીરાના પ્રેગ્નન્સી ટેસ્ટ માટે બોલાવી અને તેણી સાથે આવેલી તેણીની નાની બહેન પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકરણમાં આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ પણ મદદગારી કરી, મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે બંને સગીર બહેનોના પિતાએ જુદી-જુદી કલમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
અંગે તપાસનીસ અધિકારી દ્વારા ગઈકાલે મુખ્ય આરોપી એવા નિકેશ પ્રજાપતિ સાથે મદદગારી સબબ આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના અન્ય બે શખ્સોની પણ વિધિવત રીતે ધરપકડ કરી હતી. આ તમામ ત્રણ શખ્સોને આજરોજ બપોરે રિમાન્ડ અર્થે અહીંની અદાલતમાં રજૂ કરવામાં આવશે.
- Advertisement -