જામજોધપુર માર્કેટીંગ યાર્ડ મુકામે વિવિધ વિકાસના કામોના ખાતમુર્હૂત પ્રસિધ્ધ શાસ્ત્રી બાલકૃષ્ણ જોષી દ્વારા શાસ્ત્રોકત વિધી દ્વારા કરાયું હતું. જેમાં માર્કેટીંગ યાર્ડમાં થનાર 4 કરોડ 12 લાખની ઉપરની રકમના ખેડૂત અને વેપારીને આધુનિક સગવડતા પ્રાપ્ત થાય તેવા કાર્યોનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ચિમનભાઇ શાપરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા તેમજ પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાના હસ્તે યાર્ડના ઉપપ્રમુખ કરશનભાઇ કરંગીયા, નગર પાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, અગ્રણી અમુભાઇ વૈશ્ર્નાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઇ પરમાર, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, યાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ. વાછાણી, ડિરેકટર ચીમનભાઇ અશાણી, જયસુખભાઇ વડાલીયા, સામતભાઇ બારીયા, જિલ્લા પંચાયત સદસ્ય તથા ચેરમેન હર્ષદીપ (લાલજી), સુતરીયા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઇ કડીવાર, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઇ રાબડીયા, ભાજપ મહિલા અગ્રણી હેપીબેન ભાલોડિયાની ઉપસ્થિતિમાં કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના હસ્તે લાલપુર જામજોધપુરના લાખો રૂપિયાના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં વેપારી આગેવાનો ખેડૂત મિત્રો આજુબાજુ ગામના સરપંચો પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.