Friday, December 5, 2025
Homeમનોરંજનવિવાદો છતાં પરેશ રાવલની ‘ધ તાજ સ્ટોરી’ નો બોકસ ઓફિસ પર સારો...

વિવાદો છતાં પરેશ રાવલની ‘ધ તાજ સ્ટોરી’ નો બોકસ ઓફિસ પર સારો દેખાવ

પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ ના પહેલા પોસ્ટરે વિવાદ જગાવ્યો હતો. ત્યારે ટીઝર અને ટ્રેલર પર પણ વિવાદ થયો હતો અને જેમ જેમ રીલીઝ નજીક આવતી ગઈ તેમ-તેમ મામલો કોર્ટમાં પહોંચ્યો. પરંતુ, કોઇપણ અપેક્ષા વગર રિલીઝ થયેલી આ ફિલ્મ બોકસ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. શું ત્યારે આ ફિલ્મ પણ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જેટલી સફળ રહેશે…?

- Advertisement -

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલી છે. ત્યારે તે ફિલ્મની રીલીઝ પર પણ શંકા હતી. પરંતુ, રીલીઝ સાથે જ તેણે બોકસ ઓફિસ પર કમાલ કરી નાખ્યો ઘણી લોકપ્રિય ફિલ્મો કરતા વધુ કમાણી કરી રહી છે ત્યારે આ ફિલ્મનો ગ્રાફ જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ પણ વિચારવા લાગ્યા કે ધ કાશ્મીર ફાઈલ્સ જેટલી સફળ રહેશે કે શું..?

પરેશ રાવલની આ ફિલ્મ નાના બજેટની ફિલ્મ છે. તેને અન્ય મોટી ફિલ્મો કરતા તેને ઓછી સ્ક્રીન મળે છે તેમ છતાં પણ તેનું બોકસ ઓફિસ પર પ્રદર્શન આશ્ર્ચર્યજનક રહ્યું છે. SACNILC અનુસાર શુક્રવારે તેનું ચોખ્ખુ કલેકશન રૂા.1 કરોડ હતું જો કે, શનિવારે તેની કમાણી લગભગ બમણી થઈને રૂા.1.9 કરોડ થઈ ગઇ. જ્યારે રવિવારે તેણે 2.2 કરોડની કમાણી કરી એટલે કે આ સપ્તાહના અંતે તેણે રૂા.5 કરોડથી વધુની કમાણી કરી છે.

- Advertisement -

આ ફિલ્મે ‘થામા’ અને ‘એક દિવાને કે દિવાનીયત’ જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દે છે. ફિલ્મ વિશે વાત કરીએ તો આ વાર્તા તાજમહેલના ઈતિહાસ વિશેના વિવાદાસ્પદ પ્રશ્ર્નો પર આધારિત છે જેમાં તાજમહેલની ઉપર ભગવો ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, વિવાદ બાદ પરેશ રાવલે સોશિયલ મીડિયા પરથી પોસ્ટર હટાવી દીધું અને એક ડિસ્કલેમર શેર કર્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મ કોઇપણ ધાર્મિક મુદ્દાઓને સંબોધતી નથી. ફિલ્મ વિરૂધ્ધ એક અરજી કોર્ટમાં પહોંચી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે,તે વિવાદાસ્પદ કથાનો ઉપયોગ કરે છે અને ઐતિહાસિક તથ્યો પર આધારિત હોવાનો દાવો કરતી નથી.

અનુપમ ખેરની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ એ તેના શરૂઆતના દિવસે માત્ર રૂા.35 મિલિયનની કમાણી કરી હતી. જો કે, રાજકીય રીતે પ્રભાવિત આ ફિલ્મે રૂા.250 કરોડથી વધુનું કલેકશન કર્યુ હતું. ‘ધ કેરેલા સ્ટોરી’ સાથે પણ આવી જ પરિસ્થિતિ બની હતી. જોકે, ‘ધ તાજ સ્ટોરી’ નું ઓપનિંગ કલેકશન સ્ક્રીન કાઉન્ટ અને વાતાવરણ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ કરતા જુદુ છે ત્યારે જોવાનું કે આ ફિલ્મ લોકોના દિલ સુધી પહોંચે છે કે કેમ. જો આમ જ તેનો સ્કોર વધતો રહ્યો તો તે 150 થી 200 મિલિયન રૂપિયા કમાઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular