ભાવનગર ભાજપના આગેવાને નાના ખોખરા ગામે સરકારી પડતર જમીનમાં પાકા રહેણાંકી મકાન બનાવી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ ગયા વર્ષે કરવામાં આવી હતી જે રાજકિય ઈશારે દાબી દેવામાં આવી હોવાથી જિલ્લા કલેક્ટર અને મહેસુલ વિભાગ ગાંધીનગરમાં અરજી કરવામાં આવ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર ભાજપના આગેવાન અને ઘોઘાના ભાજપના પૂર્વ પ્રમુખ છોટુભા રવુભા ગોહિલ તથા તેના ભાઈ ઝાલુભા રવુભા ગોહિલ સામે ઘોઘાના નાના ખોખરા ગામની સર્વે નં.98નું સરકારી પડતર જમીનમાં પાકા રહેણાંકી મકાન તથા મોટું ફળિયું બનાવી સરકારી જમીન પચાવી પાડી જેની સામે છત્રપાલસિંહ પરમારે 27/12/2020ના રોજ ફરિયાદ કરેલી અને તેના અનુસંધાને તે બાબતની ફી તા.6/3/2021ના રોજ ફરિયાદીને જમા કરાવવાનું કહેતા ફી ભરપાઈ કર્યાં બાદ ઘોઘા સર્કલ ઈન્સ્પેક્ટર તથા મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરી હતી. જે જમીન પચાવી પાડી હોવા છતાં સર્કલ ઈન્સ્પેક્ટર અને મામલતદાર દ્વારા કોઈ ગુન્હો દાખલ કરવામાં આવેલો ના હોય અને રાજકિય ઈશારે ફરિયાદ દબાવી દેવામાં આવી હોવાથી ફરિયાદી છત્રપાલસિંહ વિજયસિંહ પરમાર દ્વારા આ બાબતે જિલ્લા કલેક્ટર તથા મહેસુલ વિભાગ ગાંધીનગરમાં અરજી કરી તાત્કાલિક ગુન્હો નોંધાઈ તે માટે અરજી કરી છે.