Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરસગાઈ તૂટી જવાનો ખાર રાખી ખરેડીના પાંચ શખ્સો સહિત યુવાન ઉપર હુમલો

સગાઈ તૂટી જવાનો ખાર રાખી ખરેડીના પાંચ શખ્સો સહિત યુવાન ઉપર હુમલો

સગાઈ થઈ હતી તે યુવતીએ અન્યત્ર પ્રેમલગ્ન કર્યા હતાં : પોલીસ દ્વારા પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગરની એક યુવતીની સગાઈ તૂટી જતા ઉશ્કેરાયેલા શખ્સે તેના ચાર સાગરિતો સાથે મળી માતાના ઘરે જઇ ધમાલ મચાવી હતી. અને યુવતીના પતિને પણ માર માર્યા અંગે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી અલસફા સોસાયટી શેરી નંબર-3 માં રહેતાં મહમદ હનીફ ઈજારાવાલા નામનો યુવાન તથા તેમના પરિવારજનો મહારાજા સોસાયટીમાં હતાં ત્યારે કાલાવડ તાલુકાના ખરેડી ગામના સલમાન લાખા દલ, અરફાઝ અલાદ દલ, ફૈઝલ સાબીદ દલ તથા મહારાજા સોસાયટીમાં રહેતો ગુલમામદ દલ નામના શખ્સો ધોકા-પાઈપ સાથે ધસી આવ્યા હતાં અને યાસ્મીનબેન મહેબુબભાઈ દલના ઘરમાં ઘુસી તોડફડ મચાવવા ઉપરાંત મહમદ હનિફ તેમજ તેની પત્ની મહેક તથા સાળી, નાની સાસુ, મોટા સાસુ પર માર માર્યો હતો. જેમાં મહમદ હનિફને ફેકટર સહિતની ઈજાઓ પહોંચી હતી.

આ બઘડાટી સમયે કોઇએ 108 એમ્બ્યુલન્સ ટીમને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી. જેમાં બેસવા જતી વખતે પણ મહમદ હનિફને ધોકાથી ફટકો માર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા: જ્યાંથી સિટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદમાં નોંધાવ્યા મુજબ મહમદ હનિફના પત્ની મહેક મહેબુબભાઈ સાથે અગાઉ ખરેડીના સલમાન લાખાભાઈની સગાઈ થઇ હતી તે દરમિયાન મહેક તથા મહમદ હનિફએ પ્રેમલગ્ન કરી લેતા સલમાનનો સંબંધ તૂટી ગયો હતો. આ બાબતનો ખાર રાખી પાંચ શખ્સોએ ઈદના દિવસે રાત્રિના સમયે હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા પાંચ શખ્સો સામે ગુનો નોંધી આ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular