Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૧૩.૨૭ સામે ૫૯૫૪૯.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૦૧૯.૨૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૭.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૬.૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૧૨૬.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૦૮.૦૦ સામે ૧૭૬૯૭.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૮૦.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૧૯.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે સામાન્ય ઉછાળા સાથે થઈ હતી. વૈશ્વિક એનજી ક્રાઈસીસમાં ચાઈના અને યુરોપના દેશો સપડાતાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ અને એના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલા વધારાની નેગેટીવ અસર આજે સતત ત્રીજા દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં જોવાઈ હતી. અલબત ચાઈનામાં કોલસા, ફયુલ-પાવર સહિતની અછતની પરિસ્થિતિએ વિવિધ ઉદ્યોગોમાં ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડતાં ભારતીય સ્ટીલ, માઈનીંગ કંપનીઓને ફાયદો થવાના અંદાજોએ આજે ફંડોએ પાવર શેરોમાં ખરીદી કરી હતી.

- Advertisement -

પ્રવર્તમાન વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ ભારત માટે હંગામી ફાયદો કરાવનારી નીવડી મધ્યમથી લાંબાગાળા માટે મંદીની પરિસ્થિતિ ઊભી કરે અને વિવિધ ઉદ્યોગોમાં કાચા માલોની મોટી અછત ઊભી થવાની પરિસ્થિતિમાં ભારતીય ઉદ્યોગો પર મંદીમાં સરી પડવાની શકયતાએ ફંડોએ સાવચેતીમાં ઉછાળે શેરોમાં તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. અલબત આજે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે અફડાતફડી સાથે ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, યુટિલિટીઝ, પાવર, હેલ્થકેર અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૨ અને વધનારની સંખ્યા ૧૮૪૨ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની તેજીની સાથે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ ૩.૫ લાખ કરોડ ડોલર એટલે કે ૨૬૦ લાખ કરોડ રૂપિયા નજીક પહોંચી ગયું છે. આગામી ત્રણ વર્ષમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૫ લાખ કરોડ ડોલર એટલે કે અંદાજીત રૂ.૩૭૦ લાખ કરોડ થવાની અપેક્ષા જોવાઈ રહી છે. આ રીતે આગામી વર્ષોમાં માર્કેટ કેપમાં અંદાજીત રૂ.૧૦૦ લાખ કરોડથી વધુની વૃદ્ધિ જોવા મળશે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાશે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું છે કે, ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ અત્યારે મજબૂત છે. વિદેશી રોકાણકારો રોકાણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. ચાલુ મહિનામાં બજારની ઝડપી વૃદ્ધિ, બોમ્બે સ્ટોક એક્સચેન્જએ માર્કેટ કેપમાં ફ્રાન્સને પાછળ છોડી છઠ્ઠું સ્થાન હાંસિલ કર્યું છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજાર ૩૦%ની નજીક વધ્યું છે. તે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન પણ રહ્યું છે.

બેન્ક ઓફ અમેરિકાના એક અહેવાલમાં મુજબ, આ વર્ષે સમગ્ર વિશ્વના બજારોમાં ૧૦૪૮ અબજ ડોલરની રકમ આવી છે. આંકડા દર્શાવે છે કે ભારતીય શેરબજારમાં તેજી દરમિયાન વિદેશી રોકાણકારોનો હિસ્સો ઓગસ્ટ સુધીમાં ૬૩૦ અબજ ડોલર હતો. જૂન સુધીમાં આ હિસ્સો ૫૯૨ અબજ ડોલરનો હતો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં સૌથી મોટી તેજી જોવા મળી અને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. જે રીતે માર્કેટમાં તેજી આવી છે જેને જોતા આશંકા કે તેમાં આગળ જતા કરેક્શન પણ જોવા મળી શકે છે. કેમ કે, માર્કેટની વેલ્યૂએશન ઘણી વધુ છે.

તા.૦૧.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૩૦.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૬૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૭૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૬૭૬ પોઈન્ટ થી ૧૭૭૦૭ પોઈન્ટ ૧૭૭૧૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૦.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૫૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૭૦૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૬૭૬ પોઈન્ટ થી ૩૭૮૦૮ પોઈન્ટ, ૩૭૮૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન & ટુબ્રો ( ૧૭૦૮ ) :- કન્સ્ટ્રકશન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૨૩ થી રૂ.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૨૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૧૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૨૭૫ ) :- રૂ.૧૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૮૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૪૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૫૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૫૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૯૭ થી રૂ.૨૪૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૭૮૬ ) :- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૬૭૫ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૩ થી રૂ.૯૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૮૨૧ ) :- ૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular