Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતસુરતમાં મીટર પેટી નાખવા 35 હજાર લાંચ માગનારા નાયબ ઈજનેર ઝડપાયો

સુરતમાં મીટર પેટી નાખવા 35 હજાર લાંચ માગનારા નાયબ ઈજનેર ઝડપાયો

- Advertisement -

સુરતના એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે એસીબીની ટીમે નાયબ ઈજનેર સહિતના ત્રણ શખ્સોને રંગે હાથ 35 હજારની લાંચ લેતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતા એક નાગરિકે તેની ઓફિસનું લાઈટબિલ ભર્યુ ન હોવાથી ડીજીવીસીએલ યોગીચોક સબ ડીવીઝન કચેરીના અધિકારીઓ ઓફિસમાંથી મીટર પેટી કાઢીને લઇ ગયા હતાં અને આ મીટરપેટી ફરીથી લગાડી લાઈટ ચાલુ કરવા માટે વરાછા ડીજીવીસીએલ સબ ડીવીઝન યોગીચોકના નાયબ ઈજનેર મિતેશ હરીશચંદ્ર પસ્તાગીયાએ રૂા.35 હજારની લાંચની માંગણી કરી હતી અને લાંચની રકમ તેમના ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ યોગેશ પટેલને આપવાનું કહ્યું હતું પરંતુ, લાંચની રકમ આપવા ન માંગતા જાગૃત નાગરિકે આ સંદર્ભે સુરત એસીબી મદદનીશ નિયામક એન.પી. ગોહિલ સમક્ષ ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ એસ.એન. દેસાઈ તથા સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું.

દરમિયાન એસીબીની ટીમે સ્વસ્તિક પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલી મોબાઇલની દુકાનની સામેથી જાગૃત નાગરિક પાસેથી રૂા.35 હજારની લાંચની રકમ ઈલેકટ્રીકલ આસી. યોગેશે વિજય ભીખા પરમારને આપવાનું કહયું હતું. જેથી જાગૃત નાગરિક પાસેથી નાયબ ઈજનેર અને ઈલેકટ્રીકલ આસી. વતી રૂા.35000 ની લાંચ લેતા વિજય પરમારને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો અને ત્યારબાદ ઇલેકટ્રીકલ આસી. યોગેશ પટેલ તથા નાયબ ઈજનેર નિતેશ હરીશચંદ્ર પસ્તાગિયા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular