માટી બચાવો અભિયાનના પ્રણેતા સદગુરૂ (જગ્ગી વાસુદેવ) આવતીકાલે રવીવારે જામનગર નવા બંદરે પધારી રહ્યા છે ત્યારે ખાસ યોટ દ્વારા ઓમાનથી જામનગર આવવા રવાના થઇ ગયા છે.
યુરોય, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વના 30થી વધુ દેશોમાં બાઇક યાત્રા યોજયા બાદ તેઓ પોતાની બાઇક સાથે જામનગરથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે. આ તકે જામનગર પોર્ટ પર તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમ્યાન સદગુરૂએ ઓમાનથી જામનગર સુધીની પોતાની યોટ પરની સવારીની કેટલીક તસ્વીરો શેર કરી છે.