જામનગરના ગોકુલનગરના કૈલાશનગર વિસ્તારમાં એલઆઈસી એજન્ટ જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણીએ ગત તા.28-01-2022 ના રોજ કનસુમરા ફાટક પાસે ટે્રન હેઠળ પડતુ મુકી આપઘાત કર્યો હતો અને તેમના ખિસ્સામાં મળી આવેલ ચીઠ્ઠીમાં આપઘાત કરવાનું કારણ તેમજ સ્યુસાઈડ નોટનો ઉલ્લેખ કર્યો હતો. જે સ્યુસાઈડ નોટના આધારે મરણ જનાર જેન્તીભાઈ વલ્લભભાઇ સંઘાણીના પત્ની ગીતાબેને જામ. પંચ. કોશી બી ડીવીઝન પો.સ્ટે.માં કૌશિક દેવીદાસ પારેખ, ચિરાગ કૌશિક પારેખ, દર્શક કૌશિક પારેખ, રમેશ માધવજી મોલિયા, શૈલેષ છગનભાઈ સભાયા, મહેન્દ્રસિંહ બી. ચાવડા, કિરીટભાઈ સોની, કિર્તીસિંહ કેશુભા જાડેજા એમ 8 ઈસમો વિરૂધ્ધ આઈપીસી કલમ 306, 114 ધી ગુજરાત મનીલેન્ડ એકટની કલમ મુજબની ફરિયાદ નોંધાવી હતી. આ કામમાં મહેન્દ્રસિંહ ભોજુભા ચાવડાએ જામનગરની અદાલતમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરતા લેખિત વાંધા તેમજ રજૂઆતો ધ્યાને લઇ જામનગરના એડી સેશન્સ જજ એસ.ડી.મહેતા એ આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ કે. ભંડેરી તથા મૂળ ફરિયાદી પક્ષ તરફે વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા રોકાયેલ છે.