Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવિશ્વની અડધી વસતિ પર ડેન્ગ્યુનો ખતરો

વિશ્વની અડધી વસતિ પર ડેન્ગ્યુનો ખતરો

- Advertisement -

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ડેંગ્યુના કેસો સતત વધી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ કહ્યુ છે કે વૈશ્વિક સ્તરે 3.9 અબજ લોકો પર ડેંગ્યુ વાયરસનો ખતરો છે. આનો અર્થ એ છે કે દુનિયાની અડધોઅડધ વસ્તી તેની ઝપટમાં આવી શકે છે. આ સંક્રમણ ગંભીરથી અતિ ગંભીર હોઈ શકે છે.

- Advertisement -

રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, ગત વર્ષ ડેંગ્યુથી 7300થી વધુ મોત થયા હતા અને 65 લાખથી વધુ કેસ બહાર આવ્યા હતા. મોત અને કેસની આ સંખ્યા 80 દેશોની છે, જેને સંગઠને વધુ અસરગ્રસ્ત દેશ જાહેર કર્યા છે. જો કે ડેંગ્યુનો પ્રક્ષેપ આફ્રિકા, અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા સહિત 100થી વધુ દેશ ગંભીર અસરગ્રસ્ત છે. ડેંગ્યુ હવે યુરોપ, પૂર્વી ભૂમધ્ય સાગરીય અને અમેરિકાના નવા ક્ષેત્રોમાં પણ ફેલાવવા લાગ્યુ છે.

આ એક વાયરલ સંક્રમણછે. જે સંક્રમિત મચ્છર કરડવાથી માણસોમાં ફેલાય છે. આ ઉષ્ણ કટીબંધીય ઉપોષ્ણકટીબંધીય જલવાયુમાં મળે છે અર્થાત શહેરી અને અર્ધશહેરી ક્ષેત્રોમાં તેમનુ રહેઠાણ હોય છે. તેમાં ખૂબ જ તાવ, માથાંનો દુ:ખાવો, માંસપેશીઓમાં અને સાંધામાં દુ:ખાવો, ઉલટી થવી, ગ્રંથીમાં સોજો આવવો, ખૂબ તરસ લાગવી વગેરે લક્ષણો છે. ગંભીર કેસોમાં મોતનો ખતરો છે. ડેંગ્યુ માટે કોઈ ખાસ ઉપચાર નથી. ડબલ્યુએચઓએ કહ્યું છે કે ડેંગ્યુ મહામારી ફેલાવવા માટે અનેક કારણો જવાબદાર છે. તેમાં સૌથી મોટુ કારણ એડીજ એજિપ્ટી અને એડીજ એલ્બોપિકટસ મચ્છરનુ બદલાયેલુ સ્વરૂપ છે. એન્ટી બાયોટિકના વધુ સેવનથી મચ્છરોએ ખુદને પણ દવાઓને અનુકુળ બનાવી લીધા છે. જેથી કેસોની સંખ્યા વધતી જાય છે. આ મચ્છર ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં દરરોજ સરેરાશ 600થી વધુ ડેંગ્યુના કેસ નોંધાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular