Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજુની પેન્શન યોજના ચાલુ કરવાની માગ સાથે ગાંધીનગરમાં શિક્ષકોનું શક્તિ પ્રદર્શન

જુની પેન્શન યોજના ચાલુ કરવાની માગ સાથે ગાંધીનગરમાં શિક્ષકોનું શક્તિ પ્રદર્શન

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ 71 સરકારી કર્મચારી સંગઠનો જોડાયા : માગણી નહીં સ્વિકારાઇ તો વધુ ઉગ્ર કાર્યક્રમોની ચિમકી

- Advertisement -

સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવતાં લાંબા સમયથી રાજ્યના સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવા માગણી કરી રહ્યાં છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોના નેજા હેઠળ 71 સરકારી કર્મચારી સંગઠન દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગરના શિક્ષકો પણ જોડાયા હતાં.

- Advertisement -

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં તા. 1 એપ્રિલ-2005 પછી ભરતી થયેલા કર્મચારીઓની જુની પેન્શન યોજના રદ્ કરવામાં આવી છે. જેને લઇ કર્મચારીઓમાં નારાજગી છવાઇ છે. નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે મુશ્કેલ બની ગયો છે. આથી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માગ ઉઠી છે. જેના પગલે આજે સવારથી જ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ગાંધીનગર ઉમટયા હતાં અને બપોરે 2 વાગ્યા સુધી ધરણા કર્યા બાદ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ધરણા બાદ પણ કર્મચારીઓની માગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમોની ચિમકી ઉચ્ચારી હોવાનું ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પ્રમુખ દિગ્વિજ્યસિંહ જાડેજા તથા મહામંત્રી કિરીટસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular