દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવની ઉપસ્થિતિમાં ભવ્ય સેરેમોનિયલ પરેડ યોજાઈ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ખાતે રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરેડમાં જિલ્લામાંથી આવેલા અંદાજે 144 પોલીસ જવાનો તથા 40 અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. પરેડ બાદ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવે પોલીસ જવાનોની કામગીરી, શિસ્ત, તૈયારીઓ તેમજ કાર્યક્ષમતાની સમીક્ષા કરી હતી.
View this post on Instagram
આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા આયોજિત 20 જેટલા વિવિધ પરેડ પ્રદર્શનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આધુનિક સાધનો, ગુનાખોરી નિયંત્રણ માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ તેમજ પોલીસની દૈનિક કામગીરી અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી.
રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવે પોલીસ જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે જનસેવા, શિસ્ત અને કાર્યક્ષમતા સાથે ફરજ નિભાવવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રેન્જ આઈ.જી.ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસ જવાનોમાં ઉત્સાહ અને મનોબળમાં નોંધપાત્ર વધારો થયો હતો.


