જામનગરમાં જૂની આરટીઓ કચેરી તથા આજુબાજુ તોડપાડની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. સોમવારે બપોરે બુલડોઝર સહિતના સાધનો સાથે ટીમ પહોંચી ડીમોલેશન હાથ ધર્યું હતું.
જામનગર શહેરના લાખોટા તળાવ પાર્ટ 2 ડેવલપમેન્ટ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત તળાવના પાછલા ભાગમાં આવેલી જૂની આરટીઓ કચેરી પાસેથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી માર્ગ બનાવવાની કામગીરી પણ શરૂ થઇ ચૂકી છે. સોમવારે જૂની આરટીઓ કચેરી તથા આજુબાજુના વિસ્તારની તોડપાડની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જૂની આરટીઓ કચેરી સહિતનું ડીમોલેશન કરી અહીં માર્ગ બનાવવામાં આવશે.


