જામનગર શહેરમાં ચાર વર્ષ પૂર્વે તરૂણીને લલચાવી-ફોસલાવી યુવકે શરીર સંબંધ બાંધી ગર્ભ રહી જતાં ધાક-ધમકી આપીને ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ ફરીથી શરીર સંબંધ બાંધી તરૂણીને ગર્ભપાત કરવાની ના પાડતા યુવક અને તેના પરિવારજનોએ તરૂણીને પુખ્ત ઉંમરની બતાવી ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાવી નિકાહનું સર્ટીફિકેટ મેળવી લીધું હતું. આ પ્રકરણમાં તરૂણીને ઘરમાંથી કાઢી મુકતા તેના વકીલ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી ફરિયાદ નોંધવા માંગણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ચારેક વર્ષ પહેલાં શહેરની એક સગીરા સાથે યુવકે શરીર સંબંધ બાંધ્યો હતો. જેમાં તેણી ગર્ભવતી બનતા ધાકધમકી આપી ગર્ભપાત કરાવાયો હતો. આ પછી થોડા સમય બાદ ફરીથી તેણી સાથે શરીર સંબંધ બાંધવામાં આવતા તેણી ગર્ભવતી બની હતી. આ વખતે તેણીએ ગર્ભપાત કરાવવાની ના પાડી દીધી હતી. આથી સરફરાજ નોઈડાએ તેના પરિવારજનોની મદદથી તેણી પુખ્ત વયની દર્શાવીને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવાની નિકાહનું સર્ટીફિકેટ મેળવી લીધું હતું. આ પછી પણ આરોપીએ અનેક વખત બળજબરી કરી હતી. જેના કારણે હાલ તેણીને અઢી વર્ષનો પુત્ર છે ને તેનું પણ ગેરકાયદે ધર્મ પરિવર્તન કરવાના ઈરાદે ખતના માટે કોશિશ કરાઈ હતી તથા પુત્રને ઝુટવી લઇ ગેરકાયદે રીતે છૂટાછેડા કાગળોમાં સહી કરાવી લીધી હતી. ત્યારબાદ બન્નેને ઘરની બહાર કાઢી મુકયા હતાં. આ અંગે તેણીએ જામનગરના એડવોકેટ ગીરીશ સરવૈયા મારફત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને અરજી કરી કાયદેસર ગુનો નોંધવા માંગણી કરી હતી.