સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોય. આ અંગે ખેડૂત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ દ્વારા જામજોધપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા માગણી કરી હતી.
સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાતાં ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ છે. ખેડૂતોને કમાવવાના દિવસોમાં જ ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માગ સાથે ખેડૂત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ પ્રવિણભાઇ નારીયા દ્વારા જામજોધપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.