જામનગર ખાતે બનેલ ઓવર બ્રિજનું નામ જામ રણજીતસિંહ રાખવાની માંગણી સાથે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુલાબનું ફુલ સાથે રાખી જામનગર મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, જામનગરના જામ સાહેબે ક્રિકેટના મહાન ખેલાડી છે અને તળાવની પાળ, ભુજીયા કોઠા જેવી અમુલ્ય ભેટ આપી છે. તેમણે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતાં. ભારતમાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટ રણજીત ટ્રોફીનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત જામ રણજીતસિંહ પછી પણ વિનુ માંકડ, સલીમ દુરાની, કરશન ઘાવરી, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા મહાન ક્રિકેટરોએ જામનગરની ધરતી પર જન્મ લીધો છે અને જામનગરનું નામ દેશમાં રોશન કર્યુ છે. આથી જામનગરમાં બનેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું નામ જામ રણજીતસિંહ રાખવા માંગણી કરાઇ છે.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, આનંદભાઇ ગોહિલ, સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો આવેદન પત્ર પાઠવ્યું હતું.


