Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામજોધપુરના મુખ્ય માર્ગો ઉપર સીસીટીવી મુકવા માંગ

જામજોધપુરના મુખ્ય માર્ગો ઉપર સીસીટીવી મુકવા માંગ

જામજોધપુર વિસ્તાર પ્રગીતના પંથે આગળ વધી રહ્યું છે. એવામાં જામજોધપુર શહેરમાં ચોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

- Advertisement -

આ જોતા જામજોધપુર શહેરને સિક્યોરીટી અને સેફટીની જરુરીયાતને ધ્યાનમાં રાખી શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાની વિવિધ વેપારી એસો.ના પ્રમુખ, શહેરની વિવિધ સંસ્થાઓ જેવી કે, ગાયત્રી મંદિર ટ્રસ્ટ, જામનગર મંદિર ટ્રસ્ટ, રોકડીયા હનુમાન મંદિર ટ્રસ્ટ, જલારામ મંદિર ટ્રસ્ટ, જામજોધપુર શહેર નગરજનોએ તથા મંદિરના ટ્રસ્ટીઓ તથા રહેણાંક વિસ્તારના લોકો વતી જામજોધપુરના જાગૃત નાગરિક હરેશ ચિત્રોડા દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી માગણી કરી છે. આ પહેલા પણ જાગૃત નાગરીક દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ અંગે કોઇ નક્કર પગલા લીધા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular