તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એએસઆઈ અને પીએસઆઈની ભરતી માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં સરકારના ભરતી પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરવા ઉમેદવારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે પીએસઆઈ-એએસઆઈ પોલીસ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં દોડમાંથી જે 15 ગણા કેેટેગરી વાઈઝ ઉમેદવારોને જ બીજા તબકકાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ્દ કરવા માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત વેઈટીંગ લીસ્ટ રાખવામાં આવે જેથી પરીક્ષા પાસ કરીને કોઇ ઉમેદવાર નોકરી ન સ્વીકારે અથવા કોઇ કારણસર ગેરલાયક ઠરે તો પ્રતિક્ષા યાદીમાંથી અન્ય ઉમેદવારોને તક મળે. આ ઉપરાંત દરેક ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થી કોલેજના છેલ્લાં વર્ષમાં હોય એમને પરીક્ષા આપવાની તક આપવામાં આવે છે તો પોલીસ ભરતીમાં પણ કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તક આપવા માગણી કરવામાં આવી છે. આથી આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં વહેલીતકે યોગ્ય નિર્ણય લેવા માગણી કરાઇ છે.