જામનગર સહિત અનેક સ્થળોએ અવૈધ કબજાઓ અને બાંધકામ ખડકાઇ ગયા છે. જેને હટાવવા હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિકભાઇ દ્વારા ગૃહમંત્રી પાસે માગણી કરી છે. તેમજ પિરોટન ટાપુ અને ધ્રોલ મદ્રેસામાં ગેરપ્રવૃત્તિને નાથવા યુપીવાળી કરવા હિન્દુ સેના દ્વારા માગણી કરવામાં આવી છે.
ગુજરાતભરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ નાની – મોટી મઝાર, ગેરકાયદેસર બાંધકામ થવા લાગ્યા છે અને બહુ જ ઝડપથી થઈ રહ્યા છે. આ બાંધકામ માટેનું ફંડ કયાંથી આવે છે ? અને વલ્ડ બોર્ડના નામે જમીન પર અવૈધ કબજા કરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે કે શું ?કે પછી પી.એફ.આઈ. ની સંડોવણી છેતેશ અનેક પ્રશ્ર્નો ઉભા થવા પામ્યા છે. ત્યારે રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુ. પી. ના મુખ્યમંત્રી યોગીજીની જેમ બુલડોઝર ફેરવવાની જરૂર છે. બેટ દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, જાફરાબાદ, જામનગર, ધ્રોલ, મોરબી સહિત અનેક સ્થાનો પર મુસ્લિમ બિરાદરી દ્વારા અવૈધ કબજાઓ વધી બાંધકામ ખડકાઈ ગયા છે. જૈને અગાઉ પણ હિન્દુસેના દ્વારા બેટ દ્વારકા સહિતના અનેક અવૈધ બાંધકામોને હટાવવા માંગણી કરી હતી ત્યારે બેટ દ્વારકામાં સરકારનાં આકરા પગલાથી ડિમોલીશન કામ થઈ રહ્યું છે જે આવકાર્ય છે.
ખરેખર દરિયાઈ પટ્ટી તેમજ ચોકકસ સ્થળ ઉપર આતંકવાદીઓના આશ્રય સ્થાન તેમજ કેફી પદાર્થોની હેરાફેરી જેવા કે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો માટે ગુજરાતની દરીયાઈ પટ્ટી અને ટાપુઓનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. જામનગર દ્વારકા સહિત 4ર ટાપુઓ પૈકી ઘણા ટાપુઓ ઉપર રહેણાંક સહિતના આતંકવાદીઓના આશ્રય સ્થાનો તેમજ ફૂડ્સ જેવા નશીલા પદાર્થો, હથીયાર સહિત ભેદી પ્રવૃતિઓ થતી હોવાની સંભાવનાને નકારી ન શકાય. ત્યારે યુ.પી. ના મુખ્યમંત્રી યોગીની જેમ ગુજરાતમાં પણ સરકાર દ્વારા ટાપુઓ પરના ગેરકાયદેસર બાંધકામ, માર, દરશાહ, મસ્જીદ તેમજ દરીયાઈ પટ્ટી પરની મદ્રેસાઓને હટાવવાની કામગીરી હાથ ધરવા હિન્દુ સેના સુચવી રહી છે.
દરિયાઈ પટ્ટી પર અનેક ટાપુઓ પૈકી જામનગર નજીકનો પીરોટન ટાપુ અતિ સંવેદનશીલ ટાપુ કહી શકાય કે જયાં અનેક બાંધકામો, 10થી ઉપર મજારો અને ગેરકાનુની પ્રવૃતિ થઈ રહી છે. હથિયાર કે ડ્રગ્સ જેવી પ્રવૃતિની પણ શકયતા હોય શકે તેમજ ધ્રોલમાં જાહેર હાઈવે માર્ગ પર આવેલ મદ્રેસા જે નુરી નામથી પ્રસિધ્ધ છે જયાં અવારનવાર ગુજરાત બહારથી ગાડીઓ તેમજ 3 થી 5 વિદ્યામાં બાંધકામ સહિત કોમ્પ્યુટર સેન્ટર તેમજ અનેક ભેદી પ્રવૃતિ થતી હોય અને મદ્રેસા ચલાવાતી હોય જયાં પી.એફ.આઇ.ની પ્રવૃતિ પણ હોઈ શકે તે નકારી ન શકાય. જેમના મુખીયા ઉસ્માન ગની અવાર નવાર ગુજરાત બહારના પ્રવાસમાં હોવ તો આ સંસ્થાનું કોકશન ગુજરાત બહાર પણ છે. જેના માટે અઢળક ફંડ પણ બહારથી આવતું હોય છે. તેવી જ રીતે જીલ્લામાં જાફરાબાદ નજીક શિયાળબેટ તથા ચાટબંદર ની સ્થિતિ પણ સંવેદનશીલ છે અને અમરેલીના અમરેલી કસબા વિસ્તારના કનેકશન સીધા મહેસાણા અને અમદાવાદ સુધી પહોંચેલ છે ભૂતકાળમાં 26-11 નો મુંબઈનો આતંકી હુમલામાં કસાબની તપાસ જાફરાબાદ સુધી પહોંચી હતી અને ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા મૌલવીઓ અમદાવાદથી ઝડપાયા હતા અને જે અમદાવાદના કનેકશન ગુજરાત બહાર બીજા રાજયોમાં નીકળા હતા જેમાં પી.એફ.આઈ. ની સીધી સંડોવણી હોઈ શકે છે. તો તાત્કાલીક ધોરણે ગૃહમંત્રાલય દ્વારા યોગ્ય તપાસ કરી નરી એજયુકેશન કે અન્ય મદ્રેસા બંધ કરાવવા હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ એ સરકારશ્રી તેમજ માન. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે માંગણી કરી છે. વકફ બોર્ડના નામે ચાલતું જમીન પચાવવાના કારસ્તાનને ખુલ્લું પાડી વકફ બોર્ડને નાબુદ કરવા તેમજ ધર્મની ઓથમાં ચાલતી ધર્માંતરણ તેમજ ગેરકાનની પ્રવૃતિ અટકાવવા અને આતંકવાદની ફેકટરી એવા મદ્રેસાને બંધ કરાવવા તેમજ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા ગુજરાત સરકાર કડક પગલા લઈ ગંભીર સમસ્યાઓનો ઉકેલ લાવે તેમ માંગ કરાઇ છે.