જામનગરમાં વોર્ડ નં. 12માં આવેલો કાલાવડ નાકાનો મુખ્ય પુલ તાત્કાલિક ધોરણે રિપેર કરવા વોર્ડના કોર્પોરેટર જેનબબેન ખફીએ માગણી કરી છે.
મ્યુ. કમિશનરને કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, વોર્ડ નં. 12માં આવેલા કાલાવડ નાકાના પુલ તરીકે ઓળખાતું પુલ જે મટન માર્કેટથી શરુ થાય છે. આ પુલ ઘણાં લાંબા સમયથી જર્જરિત થયેલ છે. તેમજ હાલમાં થયેલ અતિવૃષ્ટિમાં આ પુલના 4 ફૂટ ઉપરથી પાણી વ્હેણથી વહેવાના લીધે આ પહેલાથી જર્જરિત થયેલ પુલ વધુ જર્જરીત થયેલ છે. જેના કારણે ગમે ત્યારે કોઇ મોટો અકસ્માત થઇ શકે છે. આ પુલ પરથી રોજ હજારો લોકોની અવર-જવર થતી હોય છે. તેમજ આ પુલ પરથી કાલાવડ તેમજ બીજા કેટલાંક ગામ જવા માટેની એસ.ટી. બસો પણ ચાલે છે અને પુલ પછી આવેલ 10થી 15 સોસાયટીમાં 30 થી 40 હજાર લોકો રહે છે. જેથી અતિ જર્જરીત થયેલ આ પુલની પાયાની રીપેર કરવાની તાત્કાલિક જરુરીયાત છે. અગાઉ પણ આ પુલને રિનોવેશન કરવાનો પત્ર લખેલ હતો. જે અનુસંધાને સિવિલ શાખા દ્વારા જવાબ આપેલ છે અને પુલનું રિનોવેશનનું કામ પત્ર અનુસંધાને મંજૂરી આપી ચોમાસા બાદ કામ શરુ કરવાનું હતું પરંતુ તે કામ રેલીંગ અને ફૂટપાથ મંજૂર ન થયેલ છે. હાલ પુલ પાયાથી ખૂબ જ જર્જરીત થયેલ છે. જેથી ભવિષ્યમાં અકસ્માત ના થાય અને કોઇજાતની હાની ન થાય તેના માટે રીનોવેશનની સાથે સાથે પુલની નીચેના ભાગમાં વધારાના બીમ ઉભા કરી સંપૂર્ણ પુલ તાત્કાલિક રીપેર કરાવવો જરૂરી બન્યો છે.
કાલાવડ નાકાના જર્જરિત બનેલા પુલની તાકિદે મરામત કરવા માગણી
વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબ ખફીએ કમિશનરને કરી રજૂઆત